રહ્યો છે નડતો ને નડતો, રહ્યો બધે ડાફું મારતો, સંભાળ તારા તું ને તો તું
જંપીને ના એ બેસતો રહ્યો છે, અલગ સૂર રહ્યો છે કાઢતો એ તો તારો તું ને તું
ના એક તને થાવા દેતો, રહ્યો છે અલગ વાડો ઊભો એ કરતો, એ તો તારો તું ને તું
જોઈએ તો બધું તો એને, મધ્યમાં સદા ખુદને તો રાખતો, રાખ કાબૂમાં તારા એને તું ને તું
અહંના ઉછાળા તો કદી એ લાવતો, સુખદુઃખના અનુભવ કરાવતો, એ તો તારે તું ને તું
મુક્તિપંથના પ્રવાસીને રહ્યો છે એ માયામાં અટવાવતો, એ તો તારો ને તારો તું ને તું
જન્મ્યો ત્યારથી રહ્યો છે એ તો સાથેને સાથે, રહ્યો છે રાજ કરતો તારા પર તારો એ તું ને તું
કરતો રહ્યો છે જીવનમાં જ્યાં બધું તું ને તું, ઢોળતો રહ્યો છે બીજા પર એને તો તું ને તું
રહ્યો છે પ્રભુ તારામાં ને વિશ્વમાં, થઈ જાજે અને બની જાજે એવો તો તું ને તું
બની ગયો ને જ્યાં એનો થઈ ગયો, પ્રભુમાં સમાવશે ત્યારે તને નાચે એ તું ને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)