1992-12-13
1992-12-13
1992-12-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16395
થોડો થોડો પણ પ્યાર ને થોડી થોડી સમજ, જીવનને તો મહેકાવી દે છે

થોડી થોડી આવડતને થોડી થોડી સાચી મહેનત, આગળ તો વધારી શકે છે
થોડું થોડું ભાગ્ય ને થોડા થોડા યત્નો, જીવનમાં આગળ વધવાતો દે ઘણાં છે
થોડી થોડી ધીરજ ને થોડી થોડી ક્ષમા, જીવનને તો શોભાવી શકે છે
થોડી થોડી શાંતિને હૈયાંમાં થોડી થોડી દયા, જીવનનું એ તો જરૂરી બળ છે
થોડો થોડો મન પરનો કાબૂને થોડું થોડું ધ્યાન, જીવનને તો બદલી શકે છે
થોડી થોડી વાતને, થોડો થોડો સાથ, જીવનમાં હૈયું એ ખાલી કરાવી શકે છે
થોડા થોડા ગુણોને થોડી થોડી આદત, એના જીવનમાં ઘણું ઘણું લાવી શકે છે
થોડી થોડી ભક્તિને થોડી થોડી શક્તિ, જીવનમાં તો ઘણું ઘણું કરી શકે છે
થોડી થોડી થાતાં શરૂઆત, પૂરું એ થાતાં, ફળ પૂરું એનું એ અપાવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thōḍō thōḍō paṇa pyāra nē thōḍī thōḍī samaja, jīvananē tō mahēkāvī dē chē
thōḍī thōḍī āvaḍatanē thōḍī thōḍī sācī mahēnata, āgala tō vadhārī śakē chē
thōḍuṁ thōḍuṁ bhāgya nē thōḍā thōḍā yatnō, jīvanamāṁ āgala vadhavātō dē ghaṇāṁ chē
thōḍī thōḍī dhīraja nē thōḍī thōḍī kṣamā, jīvananē tō śōbhāvī śakē chē
thōḍī thōḍī śāṁtinē haiyāṁmāṁ thōḍī thōḍī dayā, jīvananuṁ ē tō jarūrī bala chē
thōḍō thōḍō mana paranō kābūnē thōḍuṁ thōḍuṁ dhyāna, jīvananē tō badalī śakē chē
thōḍī thōḍī vātanē, thōḍō thōḍō sātha, jīvanamāṁ haiyuṁ ē khālī karāvī śakē chē
thōḍā thōḍā guṇōnē thōḍī thōḍī ādata, ēnā jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ lāvī śakē chē
thōḍī thōḍī bhaktinē thōḍī thōḍī śakti, jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ karī śakē chē
thōḍī thōḍī thātāṁ śarūāta, pūruṁ ē thātāṁ, phala pūruṁ ēnuṁ ē apāvē chē
|