Hymn No. 4409 | Date: 13-Dec-1992
|
|
Text Size |
 |
 |
શરૂઆત તો જ્યાં તારી નબળી છે, પાયો તારો કાચો છે, ઇમારત કાચી તારી રહેવાની છે બુદ્ધિ તારી પાસે છે સારી, પડતી નથી જ્યાં સમજ તને, બેધ્યાનપણાની એ નિશાની છે સંજોગ જ્યાં તારા સારા છે, સાથ મળતા આવ્યા છે, તારા ભાગ્યની એ નિશાની છે દયા ને ક્ષમા હૈયે ભર્યાં છે, ભક્તિ ને ભાવ જાગ્યો છે, સાચા સુખની એ તો નિશાની છે નમ્રતાભરી જ્યાં વાણી છે, વિવેકની તો ના કોઈ ખામી છે, માનવતાની તો એ નિશાની છે હર વાત જેની ચેતનભરી છે, હૈયે સ્પર્શતી જાય છે, શક્તિની તો એ નિશાની છે ઉમંગભર્યું જ્યાં હૈયું છે, નજરમાંથી શાંતિના ઝરણાં વહે છે નિર્મળતાની એ નિશાની છે હૈયું જેનું સીધુંસાદું છે, સરળતાભરી જેની વાણી છે, સંતની તો એ નિશાની છે ફના થવાની જ્યાં તૈયારી છે, સહનશીલતાની જ્યાં ના ખામી છે, પ્રેમની તો એ નિશાની છે, પ્રેમ નીતરતી જ્યાં આંખો છે, જેની નજરમાં આવકારના દર્શન છે, ભાવની તો એ નિશાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|