Hymn No. 4410 | Date: 13-Dec-1992
|
|
Text Size |
 |
 |
માનવો છે રે આભાર, જીવનમાં તો મારે, કંઈકને કંઈકનો માનવો છે આભાર રહ્યાં છે ચડતાને ચડતા ભાર તો જીવનમાં, માનવો છે એ બધાનો તો આભાર માનીને આભાર જીવનમાં સહુનો તો એને, કરવો છે જીવનમાં હળવો એનો તો ભાર માનવો છે રે આભાર પહેલો તમારો રે પ્રભુ, દીધો મને તમે સુંદર મનુષ્ય અવતાર માનવો છે રે આભાર માતપિતાનો રે મારે, કર્યો મોટો જીવનમાં વેઠી કષ્ઠ અપાર માનવો છે આભાર સદ્ગુરુ બાબાજી મહારાજનો, બાબા સિધ્ધનાથ, બનાવ્યો મને સમજદાર માનવો છે આભાર સંજોગોનો જીવનમાં, કરી કસોટી સહનશીલતાથી ઘડયો વારંવાર માનવો છે આભાર જીવનમાં તો સહુનો, દીધો જીવનમાં સાથ, બન્યા જીવનમાં સાચા સાથીદાર માનવો છે આભાર સંતસમાગમ ને ભક્તોનો, મળી પ્રેરણા જેના જીવનમાંથી મને વારંવાર માનવો છે આભાર મારે વિરોધીઓનો, કરી વિરોધ લક્ષ્યમાં, લાવી ભૂલો, કર્યો એ ઉપકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|