મળી જાય, મળી જાય, મળી જાય, જીવનમાં તો જ્યાં સાચો કિનારો મળી જાય
લાંબી મુસાફરીનો અંત આવી જાય, જો મુસાફરીને જ્યાં સાચો કિનારો મળી જાય
માડી મારી વ્હાલી, સમજાય જ્યારે તું સાચી સમજણ, ને ત્યાં તો સાચો કિનારો મળી જાય
ઊછળતા હૈયાંના મારા ભાવના સાગરને, જો ચરણ તારા મળી જાય, તો સાચો કિનારો મળી જાય
માડી મારી પ્રાર્થનામાં, ભાવ ભળે જ્યાં સાચો, પ્રાર્થનાને ત્યાં સાચો કિનારો મળી જાય
મારા દુઃખ દર્દ ઉપર માડી તારી જ્યાં દૃષ્ટિ પડી જાય, દુઃખ દર્દને, સાચો કિનારો મળી જાય
મારી દૃષ્ટિમાં જ્યાં માડી જ્યાં દેખાતી ને દેખાતી જાય, મારી દૃષ્ટિને સાચો કિનારો મળી જાય
સાંભળીશ વાત જ્યાં મારી તું પ્રેમથી રે માડી, મારી વાતને તો જ્યાં સાચો કિનારો મળી જાય
મારી ભક્તિમાં, નામ જ્યાં તારું રે માડી ભળી જાય, મારી ભક્તિનો ત્યાં કિનારો મળી જાય
શરમમાં ને શરમમાં જ્યાં નજર ઝૂકી જાય, ત્યાં શરમને તો કિનારો મળી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)