Hymn No. 4415 | Date: 14-Dec-1992
|
|
Text Size |
 |
 |
પીળી પિતાંબરી પહેરી, મુખ પર હાસ્ય વેરી, ઊભા છે એવા મારા નટખટ નંદલાલ
Pili Pitambari Paheri, Mukh Par Haasya Veri, Ubha Che Eva Mara Natakhata Nandalal
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
1992-12-14
1992-12-14
1992-12-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16402
પીળી પિતાંબરી પહેરી, મુખ પર હાસ્ય વેરી, ઊભા છે એવા મારા નટખટ નંદલાલ
પીળી પિતાંબરી પહેરી, મુખ પર હાસ્ય વેરી, ઊભા છે એવા મારા નટખટ નંદલાલ છે એના વાંકડિયા કેશ, છે સદા એ બાળાવેશ, રહેવા ના દે ચિત્તડું એ લવલેશ વાંસળી તો છે એને હાથ, ધેનું રહે તો એની સાથ, છે એવા એ મારા ત્રિભુવનનાથ મોરપીછ મુગટ સોહાય, બાવડે તો બાજુબંધ સોહાય, હરે ચિત્તડું એ તો સદાય મુખડું મલક મલક એનું તો થાય, કરવા દર્શન એના, ઋષિમુનિવર તલપાપડ થાય પગમાં ઝાંઝરનો તો છે સાથ, ધીમી ધીમી ચાલે એ ચાલ, પૂછો ના મારા હૈયાંના હાલ આંખમાંથી કરુણા સદા વહેતી જાય, મળી નજર જ્યાં એની, એ તો ભૂલી ના ભુલાય કાલિંદીને તટ, ઊભા છે નંદકિશોર નટખટ, સદા ચાલે ચાલ એવી તો અટપટ લાગે જાણે છે એ બેધ્યાન, રાખે સદા જગનું ધ્યાન, તોડે સહુના એ તો અભિમાન પડે ચરણ એના તો જ્યાં, પ્રવર્તે આનંદમંગળ ત્યાં, જગમાં મળે ના એના જેવો બીજે ક્યાં કરાવે સદા એ પ્રેમનું પાન, ભુલાવે એ જગનું ભાન, રાખજે સદા તો આ તું ધ્યાન ઓ મારા જશોદાના લાલ, મારી નાવડી હવે સંભાળ, કરે વિનંતિ તને આ તારો બાળ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
pili pitambari paheri, mukh paar hasya veri, ubha che eva maara natakhata nandalala
che ena vankadiya kesha, che saad e balavesha, raheva na de chittadum e lavalesha
vansali to che ene hatha, moraphenum mug rahe to eni eva saath eatha, che mug rahe to eni evhaana,
chhehu sathana sohaya, bavade to bajubandha sohaya, haare chittadum e to Sadaya
mukhadu malaka malaka enu to thaya, Karava darshan ena, rishimunivara talapapada thaay
pag maa janjarano to Chhe Satha, dhimi dhimi chale e chala, puchho na maara haiyanna hala
ankhamanthi karuna saad vaheti jaya, mali najar jya eni, e to bhuli na bhulaya
kalindine tata, ubha che nandakishora natakhata, saad chale chala evi to atapata
location jaane che e bedhyana, rakhe saad jaganum dhyana, death sahuna e to abhiman
paade charan ena to jyam, pravarte anandamangala tyam, jag maa male na ena jevo bije kya
karave saad e premanum pana, bhulave e jaganum bhjana sada,
o maara jashodana lala, maari navadi have sambhala, kare vinanti taane a taaro baal
|