Hymn No. 4417 | Date: 15-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-15
1992-12-15
1992-12-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16404
જોશે ના રે, જોશે ના ટીલાને ટપકાં, વ્હાલો મારો પ્રભુ એ તો જોશે ના
જોશે ના રે, જોશે ના ટીલાને ટપકાં, વ્હાલો મારો પ્રભુ એ તો જોશે ના ધરાવ્યા ફૂલને હાર જીવનમાં તો તેં કેટલા, હિસાબ એનો એ રાખશે ના તારા મહેલ મહોલાતો છે જગમાં તો કેટલી, ગણતરી એની એ તો કરશે ના જીવ્યો જગમાં તું લાબું કે ટૂંકું, વ્હાલો મારો નજર એના પર નાંખશે ના હતા કપડાં જગમાં તારા ચોખ્ખા કે મેલાં, એ તરફ વ્હાલો મારો જોશે ના પુકાર્યા એને તેં મોટા અવાજે, કે ધીમા સૂરે, એ કાંઈ એ તો સાંભળશે ના પ્રગટાવ્યા દીવડા કેટલાં તેં એના, નજરમાં એ તો કાંઈ એની તો ચડશે ના લીધા તેં નામ એના જીવનમાં કેટલીવાર, ગણતરી એની તો એ રાખશે ના ચડયો તું પગથિયાં મંદિરના કેટલીવાર, ગણતરી એની, એની પાસે ચાલશે ના શ્રદ્ધા વિશ્વાસ ને તારા ભાવભર્યા ભાવ, એની પાસે પહોંચ્યાં વિના રહેશે ના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
joshe na re, joshe na tilane tapakam, vhalo maaro prabhu e to joshe na
dharavya phulane haar jivanamam to te ketala, hisaab eno e rakhashe na
taara mahela maholato che jag maa to ketali, ganatari enunki e to karshe na
jivyo jivyo jivyo vhalo maaro najar ena paar nankhashe na
hata kapadam jag maa taara chokhkha ke melam, e taraph vhalo maaro joshe na
pukarya ene te mota avaje, ke dhima sure, e kai e to sambhalashe na
pragatavya divada ketalam te ena, najaram e to chad kamasiheam na
lidha te naam ena jivanamam ketalivara, ganatari eni to e rakhashe na
chadyo tu pagathiyam mandirana ketalivara, ganatari eni, eni paase chalashe na
shraddha vishvas ne taara bhavabharya bhava, eni paase pahonchyam veena raheshe na
|