શરૂઆત જીવનની સારી કરી, પડી ગયો કેમ તું જીવનમાં ગર્તામાં
નિર્દોશતા બાળપણની છોડી, ગયો પડી કેમ તું લોભ લાલચના વમળમાં
વિશ્વાસે વિશ્વાસે તું ચાલતાં શીખ્યો, કેમ ખૂટી ગયો હવે તું વિશ્વાસમાં
બાળપણની સહજતા ગયો તું ભૂલી, પગલે પગલે પડતો ગયો વિચારમાં
ઝઘડા જાતો ભૂલી તો સહજારે, હવે વેર કેમ વળગી રહે છે અંતરમાં
તારું હૈયાંનું હાસ્ય ગયું કેમ ભુલાઈ, પડે છે કેમ તકલીફ તને હવે હસવામાં
જાણવા ગોખબાજી છે તૈયારી ગઈ ભુલાઈ, પડી ગયો શાને હવે જાણવાના અંહમાં
બાળપણનું રડવાનું ગયો તું ભૂલી, ફરક પડી ગયો તારા હવે રડવામાં
નિર્મળતા આંખની તારી ગઈ ખોવાઈ, સળવળે આંખ તો તારી હવે વિકારોમાં
બાળક બનવું પડશે જગતપિતા પાસે, નાનો નહીં બની જાયે બાળક બનવામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)