Hymn No. 4427 | Date: 19-Dec-1992
|
|
Text Size |
 |
 |
દીધું છે જગમાં સહુને તો જેણે, સમજી સમજીને, ખ્યાલ તારો, રાખ્યા વિના ના એ રહેશે
Didhu Che Jagama Sahue To Jene,Samajine, Samajine, Khyal Taro, Rakhya Vina Na E Rahese
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-12-19
1992-12-19
1992-12-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16414
દીધું છે જગમાં સહુને તો જેણે, સમજી સમજીને, ખ્યાલ તારો, રાખ્યા વિના ના એ રહેશે
દીધું છે જગમાં સહુને તો જેણે, સમજી સમજીને, ખ્યાલ તારો, રાખ્યા વિના ના એ રહેશે નવનવ માસ કરી ગર્ભમાં રક્ષા સહુની, જગમાં તારી રક્ષા કર્યા વિના ના એ તો રહેશે છે જવાબદારી તો જગની તો જેના શિરે, પૂરી કર્યા વિના તો, ના એ તો રહેશે રહ્યાં છે જગને ચલાવતા તો એ સુંદર રીતે, તારું પણ સારી રીતે, ચલાવ્યા વિના ના રહેશે કહ્યાં વિના તો કરે છે, જે જગમાં તો બધું, કાંઈ એને કહેવાની જરૂર તો ના રહેશે કરતા રહ્યાં છે જગમાં એ તો સહુના કાજે, તારા માટે પણ કર્યા વિના ના એ તો રહેશે દિનરાત રાખે છે ધ્યાન જગમાં એ સહુનું, તારું ધ્યાન રાખ્યા વિના ના એ તો રહેશે દીધું છે જગમાં તો તેં શું એને, રહ્યાં છે દેતા ને દેતા એ તો તને, એ તો દેતા ને દેતા રહેશે છુપાવી ના શકીશ જગમાં કાંઈ તો તું એનાથી, જગના ખૂણે ખૂણે જાણ્યા વિના ના એ રહેશે રહેવા તો દે રક્ષણ વિના જગમાં એ તો કોઈને, એના આધાર વિનાનો જગમાં ના કોઈ રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
didhu che jag maa sahune to those, samaji samajine, khyala taro, rakhya veena na e raheshe
navanava masa kari garbhamam raksha sahuni, jag maa taari raksha karya veena na e to raheshe
che javabadari, na jag ni to jena ea to, puri veena raheshe
rahyam che jag ne chalavata to e sundar rite, taaru pan sari rite, chalavya veena na raheshe
kahyam veena to kare chhe, je jag maa to badhum, kai ene kahevani jarur to na raheshe
karta rahyam che jagate pana, sahyam che jagateam e to saha majate veena na e to raheshe
dinarata rakhe che dhyaan jag maa e sahunum, taaru dhyaan rakhya veena na e to raheshe
didhu che jag maa to te shu ene, rahyam che deta ne deta e to tane, e to deta ne deta raheshe
chhupavi na shakisha jag maa kai to tu enathi, jag na khune khune janya veena na e raheshe
raheva to de rakshan veena jag maa e to koine, ena aadhaar vinano jag maa na koi raheshe
|