તારા સાથ વિના રે પ્રભુ, અમારું તો નથી કાંઈ વળવાનું
રે પ્રભુ, તારી ઇચ્છા વિના, જગમાં તો નથી કાંઈ તો થવાનું
ખોટી ઇચ્છાઓને ઇચ્છાઓ હૈયે જગાવી, એવી ઇચ્છાઓને તો શું કરવાનું
લઈ ખોટા નિર્ણયો ને ખોટા રસ્તા જીવનમાં, પડશે એમાં તો પીડાવું
કર્તા તો છે જગમાં જ્યાં પ્રભુ, જ્યાં એ સમજાયું, અહં શાને એનું કરવાનું
વેરઝેર બંધાયું તો જીવનમાં શાને, નથી જગત તો જ્યાં કાયમ રહેવાનું
છે જગમાં એક જ તું નિત્ય રે પ્રભુ, બીજું બધું જગમાં અનિત્ય રહેવાનું
રહેશું ને રાખશું અનિત્યમાં મનને ફરતું, પડશે ભવફેરામાં તો ફરવાનું
સમજી લેજે જીવનમાં તો તું સાચું, જીવનમાં તો તારે, શું શું છે કરવાનું
પહોંચવાનું છે ને મળવાનું છે જ્યાં પ્રભુને, નથી એ કર્યા વિના તો ચાલવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)