પ્રભુ જેવી મમતા બીજે ના મળે, પ્રભુ જેવી મમતા બીજે ના મળે
ભૂલો ભલે પાડી માયામાં તમે એને, પ્રભુ ના ભુલે કદી તોયે તમને
નજર સામેથી હટવા ના દે પ્રભુ, રાખે સદા નજરમાં એ તો તમને
રહે સદા એ તો પાસેને પાસે, રહેવા ના દૂર કદી એ તો તમને
પ્રેમની ધારા એની રહે સદા તો વહેતી, છે ઉત્સુક નવરાવવા એમાં તમને
કરતા ને કરતા રહે કામ એ તો સહુનું, રાખશે ના બાકી એ તો તમને
શક્તિની ધારા રહે એની વહેતી ને વહેતી, રાખે ના ખાલી જગમાં એ તો કોઈને
કરશે એ તો બધું, કરશે ક્યારે એ તો શું, સમજાશે ના એ તો કોઈને
છે પ્રેમથી ભર્યું ભર્યું તો હૈયું એનું, ખાલી ના રહેવા દે એમાંથી કોઈને
ધારા કરુણાની રહે સદા તો વહેતી, રહેવા ના દે ખાલી એમાંથી તો જગને
રહેવા ના દે ખાલી એમાંથી એ કોઈને, ક્યાંથી ખાલી રહેવા દેશે એમાંથી તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)