કરે છે માડી જગમાં કેવું તો તું, નથી એ તો કાંઈ સમજાતું
લાગે તો જ્યાં સમજાયું, સમજાય ત્યાં તો, નથી કાંઈ સમજાયું
તારી રીત અનોખી, તારા રસ્તા અનોખા, કેમ કરી એ સમજવું
સમજાશે અમને ક્યાંથી જીવનમાં, સમજાવીશ નહીં જો એને તો તું
સરળને સહેલું છે તારે તો બધું, બનાવ ના અઘરૂં એને તો તું
સમજવું તો છે એક તારી પાસે, પ્રેમથી સમજાવીશ એને તો તું
બીજું જગમાં સમજીને તો કરશું શું, એકવાર તો સમજ્યા જ્યાં તને બધું
ભૂલે ના જગમાં કાંઈ તો તું, સમજાવી શકીશ બરાબર એને તો તું
તારી કૃપાથી બને સહેલું સમજવું બધું, જગમાં પહેલાં તો છે તને સમજવું
તું સમજાવીશ ત્યારે બાકી રહેશે શું, જગમાં માડી તને સમજવું ને સમજવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)