Hymn No. 4439 | Date: 23-Dec-1992
|
|
Text Size |
 |
 |
હું પદના હુંકારા જીવનમાં તું છોડ, વિકારોના અંકોડાને જીવનમાં તું તોડ મળ્યો છે અમૂલ્ય માનવદેહ તને જગમાં, કર સાચું જીવનમાં એનું તું મોલ છે રખવાળા તો પ્રભુના જગમાં તો સહુને, જીવનમાં એ વિશ્વાસમાં ના તું ડોલ હારતો ના હિંમત તું જીવનમાં, ખોટા વિચારોની શૃંખલા, જીવનમાં તો તું તોડ કરતા રહી હરેક વખત ભૂલો જીવનમાં, પડે માગવી માફી, પરિસ્થિતિ આ તું છોડ પડશે રહેવું સુધરવા જીવનમાં, રહેજે તૈયાર છોડવા, છોડવા જેવું જીવનમાં તું છોડ વળશે ના જીવનમાં તારું, કરીશ જ્યાં તું વગર વિચાર્યું, ખોટા વિચારો તું છોડ રહીશ જો ગુલતાન જો ખોટા તાનમાં, રહીશ ના તું ભાનમાં, થાશે ના પૂરા તારા કોડ જીવન વિતાવવું છે જ્યાં હસતા હસતા, રડવાના રસ્તા જીવનમાં બધાં તું છોડ તોલશે પ્રભુ તારા સદ્ગુણો, સદ્વિચારોને, સદાચારને કરશે એનો એ તો તોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|