Hymn No. 4440 | Date: 23-Dec-1992
|
|
Text Size |
 |
 |
પૂછશો ના ઘાટ ગરીબીના કેવાં હશે, પૂછશો ના ઘાટ તકલીફોના તો કેવાં હશે જાણેઅજાણ્યે પીવાઈ જાશે જીવનમાં જળ એનું, જીવનમાં એ તો સમજાઈ જાશે પૂછશો ના દુઃખના ઘાટ જીવનમાં કેવાં હશે, પૂછશો ના દર્દના ઘાટ તો કેવાં હશે આવશે જ્યાં દુઃખ તો જીવનમાં, દર્દના જળ જીવનમાં તો ત્યાં પીવાઈ જાશે પૂછશો ના જીવનમાં પાપના ઘાટ કેવાં હશે, જળ જીવનમાં તો એનાં કેવાં હશે જાગશે લોભલાલચ, કામ, ક્રોધ તો જ્યાં જીવનમાં, જળ એનાં ત્યાં પાવીઈ જાશે પૂછશો ના જીવનમાં પુણ્યના ઘાટ તો કેવાં હશે, જળ એનાં તો કેવાં હશે જાગશે હૈયે, દયા, ક્ષમા, પ્રેમભાવ તો જ્યાં, જળ એનાં જીવનમાં તો પીવાઈ જાશે પૂછશો ના જીવનમાં ત્યાં ધ્યાનના ઘાટ તો કેવાં હશે, જળ એનાં તો કેવાં હશે થઈ જાશે ઇચ્છાઓનો લય, વિચારોનો ક્ષય, જળ એનાં તો ત્યાં પીવાઈ જાશે પૂછશો ના કોઈ જીવનમાં ભક્તિના ઘાટ કેવાં હશે, જળ એનાં તો કેવાં હશે જાગશે જ્યાં પ્રેમ ને ભાવ હૈયે જ્યાં પ્રભુના, જીવનમાં ભક્તિના જળ તો પીવાઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|