કંઈક આ જગ છોડીને ગયા, જેને ગણ્યા હતા તેં તારા
તું પણ છોડીને જવાનો, સંબંધ મૂકીને અહીંના અહીં તારા
નવા સંબંધો કંઈક વિકસ્યા, નથી યાદ આવતા પૂર્વજન્મના તારા
નથી યાદ આવવાના આ બધા, જગ છોડીને જ્યારે જવાના
સાથે આવ્યા નથી, સાથે જવાના નથી, કંઈ લઈ જવાના નથી
આવતાં દુનિયા બદલાઈ નથી, જતાં દુનિયા અટકવાની નથી
જીવન જીવી રહ્યો છે તું, કંઈકને ભૂલી-ભુલાવીને
યાદ તારી પણ ભુલાઈ જવાની, છોડી લિસોટો જીવનનો તારો
વહેલું-મોડું જાશે સર્વે, નક્કી થઈ ગયું છે આવતાંની સાથે
પ્રભુમય જીવન જીવી, પ્રભુ પાસે જવાની તૈયારી રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)