Hymn No. 4444 | Date: 25-Dec-1992
|
|
Text Size |
 |
 |
રચ્યો પ્રકાશ તો તેં પ્રભુ, રચ્યો દિવસે, કર્યો અસ્ત એને તેં શાને
Rachyo Praakash To Te Prabhu, Rachyo Divase, Karyo Ashth Ene Te Shane
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
રચ્યો પ્રકાશ તો તેં પ્રભુ, રચ્યો દિવસે, કર્યો અસ્ત એને તેં શાને દે છે સુખ જીવનમાં અમને ભરપૂર રે પ્રભુ, કરે છે અસ્ત એનો તું શાને કરીને ઊભા મારા હૈયે મોજા તું પ્રેમના રે પ્રભુ, કરાવે અસ્ત એનો તું શાને જન્માવે ભાવો હૈયે તો મારા રે પ્રભુ, કરાવે છે અસ્ત એનો તો તું શાને જનમ આપ્યો તેં જગમાં, જગતમાં દીધું બધું તેં પ્રભુ, કરે અસ્ત એનો તો તું શાને જનમાવે વિચાર સારા જ્યારે મારામાં તું તો પ્રભુ, કરાવે છે અસ્ત એનો તો તું શાને જ્યાં ભરી ભરતી ઊર્મિઓની સાગરના હૈયે રે પ્રભુ, કરાવે છે અસ્ત એનો તો તું શાને રચી પૂનમ, દીધો સુંદર શીતળ પ્રકાશ તેં જગને રે પ્રભુ, કરે છે અસ્ત એનો તો તું શાને દીધું બાળપણ નિર્દોષ જીવનમાં તેં તો મને રે પ્રભુ, કર્યો અસ્ત એનો તો તેં શાને છે સ્વભાવ શું તારો, કર્યા કરવો અસ્ત એનો રે પ્રભુ, કરે છે આમ તો તું શાને છે સ્વભાવ તારો આવો જ્યાં, કર્યો ના અસ્ત મારાપણાને મુજબ, આમ તો શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|