રાખવું નથી, રહેવા દેવું નથી અંતર તો, તારી ને મારી વચ્ચે રે પ્રભુ
જાણી લેવું છે જીવનમાં તો એને, મનેને તને તો શું શું તો દૂર રાખી રહ્યું
સમજી લેવું જીવનમાં મારે તો એને, મળવા તને તો શુ શું અટકાવી રહ્યું
કરવા દૂર જીવનમાં તો એને, કરીશ જીવનમાં, પડશે મારે તો જે જે કરવું
નથી શ્વાસ તો મારા, નથી જીવન તો મારું, નથી તારા વિના એક બન્યા વિના રહેવું
છે એક તું જગમાં તો ભરોસાપાત્ર, નથી અન્યના ભરોસે જીવનમાં તો રહેવું
રહીશ લડવા તૈયાર, કરવા દૂર તૈયાર, કરીશ દૂર જીવનમાં જે જે હશે નડતર કરતું
નથી ચાલવા દેવા, ના ચાલવા દઈશ વર્ચસ્વ જીવનમાં તો નડતરનું
કરીશ મક્કમતાથી સામનો, હટાવ્યા વિના એને જીવનમાં ચૂપ તો નથી બેસવું
મેળવીશ વિજય જીવનમાં તો હું એના પર, તારા મિલન વિના નથી બીજું સહેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)