Hymn No. 4450 | Date: 27-Dec-1992
|
|
Text Size |
 |
 |
અપાવી દઉં યાદ તમને રે પ્રભુ, મુક્તિ દેવાની તો મને છે તમારી જવાબદારી છટકી ના શકું હું મારી જવાબદારીમાંથી, મુક્ત થવાની, કરવાની છે મારે તૈયારી રાખી ના શકું, કે રહેવા ના દઈ શકું કચાશ તો જીવનમાં, એમાં તો મારી તૂટું ના હું યત્નોમાં તો મારા, કરજો ઉપકાર આ, અરે ઓ પરમ ઉપકારી છે તમારા ચરણમાં તો પરમ હિત મારું, છે ચરણ તમારા તો સદા હિતકારી થઈ છે શરૂ તમારામાંથી પરમ યાત્રા અમારી, થાશે પૂરી તમારામાં યાત્રા અમારી કરીએ વિનંતિ તારી પાસે અમે પહોંચવા, નથી તમે કાંઈ જગમાં વિલંબકારી મન, બુદ્ધિ ને વિચારને, લઈ ભાવો પડશે જીવનમાં તો મારે, કર્મો ઉપર તો સવારી ચૂકશે ના તું તો પ્રભુ તારી જવાબદારી, દેજે આશિષ મને એવી, કરું પૂરી મારી જવાબદારી છે કર્મની વાસનાઓથી ભરેલું જીવન મારું, છે કર્મના ભારથી જીવન તો ભારી તારા વિના ના ઉગારી શકે કોઈ પ્રભુ, દેજે સાચા કર્મો કરવાની મને તો શક્તિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|