Hymn No. 4452 | Date: 28-Dec-1992
|
|
Text Size |
 |
 |
સંભાળીને રે, સંભાળીને રે, પડશે કરવું તો જીવનમાં, બધું તો સંભાળીને રે પડશે કરવા જીવનમાં તો, જીવનમાં તો મુસીબતોના તો સામના રે, સંભાળીને રે લેવા પડશે નિર્ણય તો જીવનમાં, પડશે લેવા જીવનમાં તો સદા રે, સંભાળીને રે મળશે જીવનમાં તો કંઈક ખાડાને ટેકરા, જીવનમાં પડશે ચાલવું એમાં રે, સંભાળીને રે પડશે ગોતવા જીવનમાં તો સાથ ને સાથવરા, પડશે ગોતવા એ સાચા રે, સંભાળીને રે જાગશે મતભેદો ને મતભેદો તો જીવનમાં, પડશે દૂર કરવા સદા એને રે, સંભાળીને રે કહેવા હોય ઠપકાના તો બે શબ્દો, કહેવા પડશે જીવનમાં તો અન્યને રે, સંભાળીને રે પડશે મૂકવો તો વિશ્વાસ તો જગમાં, પડશે મૂકવો વિશ્વાસ તો જીવનમાં રે, સંભાળીને રે કહેવું પડશે જીવનમાં તો સહુ કોઈને, જીવનમાં તો કહેવું પડશે તો સહુને રે, સંભાળીને રે કરવી છે જ્યાં મુક્તિપંથની રે યાત્રા, મન, વિચાર ને ભાવથી કરવા પડશે કર્મો રે, સંભાળીને રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|