1992-12-28
1992-12-28
1992-12-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16440
સિંહ તો શોભે વનમાં, મુક્તપણે વિહરતાં, શોભે ના એ તો પુરાયેલા પાંજરામાં

ગણવા ના શૂરા વચન દેનારને, ગણવા શૂરા, હોયે શૂરા જે વચન પાળવામાં
ગણવા અહિંસક કોને જગમાં, વાતો કરનારને કે મુકયું હોયે જેણે આચરણમાં
ગણવા સાચા કોને જીવનમાં, સત્યના બણગા ફૂંકનારને કે વણ્યું હોય સત્યને જીવનમાં
જન્મે માનવને માનવ ગણવા કે ગણવા, મહેકે જીવન તો જેનું માનવતામાં
સારી વાતો કહેનારને સારા ગણવા, કે કર્યા હોય, કે કરતા હોય કૃત્યો સારા જીવનમાં
ગણવા ડરપોક કોને જીવનમાં, ડરથી ધ્રૂજનારને કે છુપાયો હોય ડર જેના હૈયાંમાં
ગણવો મહાન કોને, સુખી રહેનારને, કે સહુને સુખી કરનારને જગતમાં
ગણવા જ્ઞાની કોને જીવનમાં, જ્ઞાનની વ્યાખ્યા કરનારને, કે પ્રગટયું હોય જ્ઞાન જેના અંતરમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
siṁha tō śōbhē vanamāṁ, muktapaṇē viharatāṁ, śōbhē nā ē tō purāyēlā pāṁjarāmāṁ
gaṇavā nā śūrā vacana dēnāranē, gaṇavā śūrā, hōyē śūrā jē vacana pālavāmāṁ
gaṇavā ahiṁsaka kōnē jagamāṁ, vātō karanāranē kē mukayuṁ hōyē jēṇē ācaraṇamāṁ
gaṇavā sācā kōnē jīvanamāṁ, satyanā baṇagā phūṁkanāranē kē vaṇyuṁ hōya satyanē jīvanamāṁ
janmē mānavanē mānava gaṇavā kē gaṇavā, mahēkē jīvana tō jēnuṁ mānavatāmāṁ
sārī vātō kahēnāranē sārā gaṇavā, kē karyā hōya, kē karatā hōya kr̥tyō sārā jīvanamāṁ
gaṇavā ḍarapōka kōnē jīvanamāṁ, ḍarathī dhrūjanāranē kē chupāyō hōya ḍara jēnā haiyāṁmāṁ
gaṇavō mahāna kōnē, sukhī rahēnāranē, kē sahunē sukhī karanāranē jagatamāṁ
gaṇavā jñānī kōnē jīvanamāṁ, jñānanī vyākhyā karanāranē, kē pragaṭayuṁ hōya jñāna jēnā aṁtaramāṁ
|