Hymn No. 4454 | Date: 29-Dec-1992
|
|
Text Size |
 |
 |
રે કાનુડા રે વ્હાલા, રે કાનુડા રે વ્હાલા, તારી બંસરી ચોરે ચિત્તડાં અમારા
Re Kanuda Re Vhala, Re Kanuda Re Vhala, Tari Bansari Chore Chittada Amaara
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
રે કાનુડા રે વ્હાલા, રે કાનુડા રે વ્હાલા, તારી બંસરી ચોરે ચિત્તડાં અમારા વ્રજની અણુ અણુમાં ને રજેરજમાં, સંભળાય મધુરી બંસીના ગાન તમારા સંભળાયા સૂરો તારી બંસરીના મીઠાં, ભુલાવે જગનું ભાન એ તો અમારા એના તાલે તાલે ને એના લયે લયે, ઊછળે આનંદ તો હૈયાંમાં અમારા અરે ઓ નટખટ નંદ દુલારા, અરે ઓ કામણગારા, રહેજોને બનજો અમારા અરે ઓ ગીતાના ગાનારા, સાચી સમજ દેનારા, કરજો દૂર હૈયાંના અંધકાર અમારા જુઓ ના દિન રાત કદી, દોડે તું તો સદા, કરવા દુઃખ દર્દ દૂર તો અમારા ખૂટે ના તારી પ્રેમની ધારા, ભરી ભરી પાવ પ્રેમના પ્યાલા, રહેજો પ્રેમે હૈયે અમારા જગને તમે તો જાણનારા, બનશો ના છટકી જનારા, રહેજો સદા નજરમાં અમારા છો તમે તો પ્રેમસ્વરૂપ, છો તમે પ્રેમાવતારી, રહેજો સદા પ્રેમના પ્રતીક અમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|