જગતના સર્વ દુઃખોને હું તો મારા ને મારા ગણું, જ્યાં પ્રભુ વ્યાપક તને બધું હું તો ગણું
છે જગમાં સર્વ નજર તો તારી જગતમાં, તારી નજર બહાર, ક્યાંથી હું તો રહું
રહેશે જગમાં તો શ્વાસોને શ્વાસો તારા, શ્વાસો મારા જગમાં હું તો છોડું કે ના છોડું
હર ધડકન તો છે જગમાં ધડકન તો તારી, તારી ધડકન વિના ધડકતું નથી જગમાં કોઈ હૈયું
હર ઘાટ તો છે ઘાટ જગમાં તો તારા, કયા ઘાટને જગમાં તારાથી નોખા હું તો ગણું
હર હૈયે વહે જગમાં તો પ્રેમની ધારા તો એક તારી, પ્રેમની ધારા પવિત્ર તો ગણું
હર સદ્ગુણોમાં તો મહેકે સુગંધ તો તારી, રાખજે સુગંધથી મહેકતું તો મારું હૈયું
કૂડકપટ ને વળી કુવિચારો, છે સદા દુર્ગંધથી ભરેલા, દે આશિષ દૂર સદા એમાંથી રહું
વિચારોને વિચારો જાગતા રહે રે પ્રભુ, તારા વિચારોને વિચારોથી મનને તો ભરું
જ્યાં બધું કરતોને કરતો રહું હું તો જીવનમાં, છે ઇચ્છા હું તો તારો ને તારો બનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)