Hymn No. 4459 | Date: 31-Dec-1992
|
|
Text Size |
 |
 |
જોઈશ જ્યાં તું ઝાઝું, કરીશ વિચાર ઝાઝા, રહીશ અટવાતો ને અટવાતો તું એમાં જ્ઞાનના તેજ ના મૂંઝવશે તને, મૂંઝવશે તને જીવનમાં તારા વિચારોના પડછાયા હટશે ના જ્યાં એ પડછાયા, કરે ઊભા ડર હૈયાંમાં, રહેશે એ ડરાવતા ને ડરાવતા પથરાયા તેજે જ્યાં અજવાળા ને અજવાળા, ઊભા રહી ના શકશે ત્યાં પડછાયા લેશે પડછાયા આકારો હરેક વિચારના, લાગશે ક્યારેક સુંદર તો ક્યારેક બિહામણાં હશે પડછાયા વિચારોના કદી એવા મોટા, લાગે કેમ કરીને એને તો પહોંચવા નાંખી દેશે કદી એ એવા અચરજમાં, લાગે ક્યાં હતા અંદર એ તો છુપાયેલાં રહેતો ના તું દોડતો પડછાયા પાછળ, રાખશે તો એ દોડાવતાં ને દોડાવતાં રજ માત્રનો ભી વિકાર, કરશે ઊભા એ પડછાયા, પડશે કરવા દૂર તો એને ત્યાં ને ત્યાં હશે ના કે રહેશે ના પડછાયા, હશે જ્યારે અજવાળા તેજના પૂરા તો પથરાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|