આવો છો રે પ્રભુ, તમે તો દોડતાં ને દોડતાં, દોડતાં ને દોડતાં, દોડતાં ને દોડતાં
કરીએ યાદ હૈયેથી જ્યાં તમને રે પ્રભુ, આવતા તો વાર, નથી તમે તો લગાડતાં
લગાડો ના વાર કદી તમે રે પ્રભુ, લગાડીએ છીએ વાર અમે, યાદ તમને કરતા
રહો જ્યાં ભી તમે રે પ્રભુ, રહ્યાં છો જીવનમાં તમે રસ્તા અમારા તો કાઢતાં
નડે ના કાંઈ તમને રે પ્રભુ, જીવનમાં અમારી પાસે તો, આવતા ને આવતા
લો છો વેશ એવા કેવા તમે રે પ્રભુ, નથી જલદી તમે તો ઓળખી શકાતાં
દઈ ઝાંખી તમારી અમને જીવનમાં, થઈ જાવ ઓઝલ, રહીએ અમે તો આંસુ પાડતાં
થઈ જાય જીવનમાં બધું તો સહેલું, તમારી કૃપાદૃષ્ટિ જીવનમાં તો અમને મળતાં
રહી ના શકો તમે તો પાસે, રહીએ જીવનમાં જો અમે, બહાર ફરતા ને ફરતા
પુકારું છું હવે તો હૈયાંથી ને મનથી તમને રે પ્રભુ, આવજો તમે પાસે દોડતાં ને દોડતાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)