Hymn No. 4465 | Date: 03-Jan-1993
|
|
Text Size |
 |
 |
1993-01-03
1993-01-03
1993-01-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16452
ગમે ના તને જો પ્રભુ, રડતો રહું જગમાં, જગમાં મને તું હસતો ને હસતો રાખજે
ગમે ના તને જો પ્રભુ, રડતો રહું જગમાં, જગમાં મને તું હસતો ને હસતો રાખજે જોવો ના હોય મને દુઃખી રે પ્રભુ, જગમાં મને તું સુખની શૈયામાં તો રાખજે અજ્ઞાન મારું, તારા હૈયે ખટકતું હોય જો પ્રભુ, તારા જ્ઞાનના તેજ મારા હૈયે પાથરજે અશક્તિ મારી તને ગમતી ના હોય રે પ્રભુ, તારી શક્તિનું પાન મને તો તું કરાવજે હૈયાંની નિર્બળતા મારી, તને દૂર રાખે છે રે પ્રભુ, મક્કમતા તારી મારા હૈયાંને આપજે દૃષ્ટિ મારી નીરખી શકે તને રે પ્રભુ, તને નીરખી શકું, એના તેજ મારા નયનોમાં રાખજો મારા હૈયાંની કઠોરતા કડવી હોય જો તને રે પ્રભુ, તારા પ્રેમની ધારાથી મૃદુ એને બનાવજે ક્રોધ મારો હટતો નથી જીવનમાં રે પ્રભુ, તારા શાંતિના જળથી શાંત એને બનાવજે મારું તારું કરતું હોય બધા તારા મિલાપમાં રે પ્રભુ, મારા હૈયાંમાંથી મારું તારું મિટાવજે રહી નથી શક્તો તારા, રહી નહીં શકે તું મારા વિના રે પ્રભુ, મિલન આપણા થવા દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
game na taane jo prabhu, radato rahu jagamam, jag maa mane growth hasato ne hasato rakhaje
Jovo na hoy mane dukhi re prabhu, jag maa mane growth Sukhani shaiyamam to rakhaje
ajnan marum, taara Haiye khatakatum hoy jo prabhu, taara jnanana tej maara Haiye patharje
ashakti maari taane gamati na hoy re prabhu, taari shaktinum pan mane to tu karavaje
haiyanni nirbalata mari, taane dur rakhe che re prabhu, makkamata taari maara haiyanne aapje
drishti maari nirakhi shake taane re prabhu kathyay kathyay nirakhi shomjaakum,
enhajo kadvi hoy jo taane re prabhu, taara premani dharathi nridu ene banaavje
krodh maaro hatato nathi jivanamam re prabhu, taara shantina jalathi shant ene banaavje
maaru taaru kartu hoy badha taara milapamam re prabhu, maara haiyammanthi maaru taaru mitavaje
rahi nathi shakto tara, rahi nahi shake tu maara veena re prabhu, milana apana thava deje
|