જગતમાં જીવન જીવવું છે એવું, જલે જ્યોત ભલે જુદી, તેજ એક એના પથરાતા
તેલ ને વાટ દીવાના હોય ભલે જુદા જુદા, રહે એને પથ સહુના તો સહિયારા
હોય ભલે આશાના મિનારા સહુના જુદા, દર્શન તો થાય એમાંથી તો એકસરખા
દૃષ્ટિ હોય અને રહે ભલે જુદી જુદી, દેખાય દૃષ્ટિ એક, દેખાય દૃશ્ય એકતાના
હૈયાંની ધડકન રહે ભલે જુદી જુદી, નીકળે સૂર તો એમાંથી તો એકસરખા
હોય જીભ ભલે તો જુદી જુદી, ચડે જીભ પર નામ પ્રભુનું તો એકસરખું
મતભેદ જીવનમાં તો જાગે ને રહે, કદી મતભેદ એમાં તો ના સરજાતા
દિલ જલે જગમાં સહુના, નાના કે મોટાના, તેજ પથરાય એના તો સહિયારા
થાતા રહે વિચારો તો જુદા ને જુદા, રહે પ્રભુ વિચારમાં તો એક્તા
રહીએ પાસે કે રહીએ ભલે દૂર, અંતરના અંતરપટ પર અંતર ના દેખાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)