ચલ રે આંસુડાં તારા, તું લૂંછી લે, ચલ રે આંસુડાં તારા તું લૂંછી લે
વહેતા આંસુના ના મોતી બનશે, હૈયાંના મોતી તો એમાં વિખરાઈ જાશે
વહાવી ખોટા એને રે જીવનમાં, ના તારું કાંઈ વળશે, કિંમત આંસુડાંની તો ઘટી જાશે
જોઈ લેજે રોતી સૂરત તારી તુ દર્પણમાં, ના તને એ ગમશે, બીજાને ક્યાંથી ગમશે
વહાવી વહાવી શક્તિ તારી એમાં ઘટશે, હિંમત તારી એમાં તો તૂટતી જાશે
રહેશે ના કોઈ જીવનમાં સાથે તારી, રહેશે નિત્ય જો, તારાથી સહુ ખસતા જાશે
સાંભળીને બે સાંત્વનાના શબ્દો, દુઃખ તારું દૂર એમાં તો ના થાશે
રાખી લેજે સદા તું આ ધ્યાનમાં, તારી સાથે સહુ રડવામાં સાથ ના દેશે
અંતરના મોતી તારા જો વિખરાતા જાશે, જીવનમાં તેજ તારા હણાતા જાશે
પ્રેમથી રાખ્યા, પ્રેમથી પોષ્યા, પ્રેમથી રહ્યા તારી સાથે, જગ હવે એને જોઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)