Hymn No. 4473 | Date: 06-Jan-1993
|
|
Text Size |
 |
 |
થઈ જાય, થઈ જાય, થઈ જાય, જીવનમાં ક્યારેક તો એવું થઈ જાય બેસો મેળવવા જ્યાં તાળો એનો, મળે ના તાળો જીવનમાં એનો ક્યાંય કર્યું હોય આપણે, કરનાર આપણે, અચરજમાં આપણને એ નાંખી જાય ના હોય ચિત્તમાં, ના હોય વિચારમાં, ત્યાંને ત્યાં એ તો થાતું જાય થઈ જાય જીવનમાં કદી તો એવું, કલ્પનાની બહાર એ તો રહી જાય ધાર્યું ભી જીવનમાં થઈ જાય, અણધાર્યું ભી તો જીવનમાં થાતું જાય કરવું હોય પૂરું જીવનમાં ઘણું ઘણું, ઘણું ઘણું તોયે બાકી રહી જાય થઈ જાય ત્યારે એ તો થઈ જાય, જો જો જીવનમાં કાંઈ બાકી ના રહી જાય થઈ જાય, થાતું જાય જીવનમાં, જો જો હું પદમાં ના એમાં સરકી જવાય સમજ ના હશે જીવનમાં જેની કદી, જીવનમાં સહજતાથી સમજાતી જાય યત્નોને યત્નો જીવનમાં કરતા રહેવા, પ્રભુ દર્શન પણ જીવનમાં થઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|