વિચારી વિચારી કરશો, જીવનમાં જો કાર્યો, શક્યતા ભૂલોની ઘટી તો જાશે
કાલ પર છોડવાની આદતમાં કાર્યો જીવનમાં, અધૂરાને અધૂરા રહી જાશે
પૂનમના તેજ તો સહુને જોઈએ, અમાસના અંધકારને જીવનમાં ભૂલી ના જાશો
વરસતો ઝરમર વરસાદ, શિયાળાની ઠંડક સહુને ગમે, ઉનાળાના તાપને ભૂલી ના જાશો
જ્ઞાનના તેજ તો સહુને ગમે છે, અભ્યાસના યત્નોને ના ચૂકી જાશો
લોભ લાલચ તો સહુને સતાવે, ત્યાગને જીવનમાં તો ના ભૂલી જાશો
ભોજન કરવું તો સહુને ગમે જીવનમાં, પાચનશક્તિને ના ભૂલી જાશો
સંગીત જીવનમાં તો સહુને ગમે, એની સાધનાને જીવનમાં ના વીસરી જાશો
સુખ તો જીવનમાં સહુને જોઈએ, જીવનમાં દુઃખની હસ્તીને ના વીસરી જાશો
મુક્તિ જીવનમાં તો સહુ કોઈ ચાહે, જીવનમાં યોગ્ય પુરુષાર્થ ના ભૂલી જાશો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)