Hymn No. 4476 | Date: 08-Jan-1993
|
|
Text Size |
 |
 |
મૂંઝારાને મૂંઝારા, જીવનમાં મૂંઝવ્યા વિના રહ્યા નથી, મૂંઝવ્યા વિના રહ્યા નથી ભૂલો એમાં તો, જીવનમાં થયા વિના રહેવાની નથી, થયા વિના રહેવાની નથી કહેવાનું જ્યાં ના કહી શક્યાં, કર્યા ઊભા મૂંઝારા હૈયાંમાં, મૂંઝવ્યા વિના એ રહ્યાં નથી ઇચ્છાઓના મારગ ના મળ્યા જીવનમાં, રહે કૂદતી તો જ્યાં એ હૈયાંમાં, મૂંઝવ્યા વિના એ રહ્યાં નથી મળે ના મારગ જીવનમાં, કરે ઊભા એ જીવનમાં મૂંઝારા, મૂંઝવ્યા વિના એ રહેવાના નથી વિચારોને વિચારોના મનમાં તો ધસારા, જીવનમાં મૂંઝવ્યા વિના તો એ રહેવાના નથી શંકાઓને શંકાઓના ઊછળે પૂર તો જ્યાં હૈયાંમાં, મૂંઝવશે ઘણા, મૂંઝવ્યા વિના એ રહેવાના નથી પડે આપણા આપણી સામે જ્યાં જીવનમાં, પરિસ્થિતિ જીવનમાં આ મૂંઝવ્યા વિના રહેવાની નથી નિરાશાઓના ઘા લાગે જ્યાં હૈયાંમાં, સૂઝે ના રસ્તા જ્યાં એમાં, મૂંઝવ્યા વિના એ રહેવાના નથી ક્રોધ, વેરને ઇર્ષ્યાની આગ જલે જ્યાં હૈયાંમાં, સૂઝે ના માર્ગ એમાં, મૂંઝવ્યા વિના એ રહેવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|