Hymn No. 4480 | Date: 10-Jan-1993
|
|
Text Size |
 |
 |
રહી વ્યાપ્ત જગમાં બધે રે પ્રભુ, કર્મની શૂળી ઉપર, શાને ચડાવી દીધો તેં મને
Rahi Vyapta Jagama Badhe Re Prabhu, Karmani Suli Uper, Sane Chadavi Didho Te Mane
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
રહી વ્યાપ્ત જગમાં બધે રે પ્રભુ, કર્મની શૂળી ઉપર, શાને ચડાવી દીધો તેં મને રહ્યો છું કર્મની પીડાથી તો પીડાઈ, મળી રહ્યો છે આનંદ એમાં તો શું તને કર્તા તો છે જગનો તો તું, કરી ને કરાવી રહ્યો છે તું, શૂળીએ ચડાવી દીધો શાને તેં મને કરતા ને કરતા રહીએ ફરિયાદ જીવનમાં, તને કર્મની શું ગમે છે આ બધું તો તને ભલે કર્મો કરાવે તું તો અમને, દેજે ને સુઝાડજે, સાચા કર્મની દિશા તો મને ગમતું નથી તો અમને, કરવી વારે ઘડીએ ફરિયાદ, જીવનમાં તો તને ને તને હું ભી છું તારો, માયા ભી છે તારી, ડુબાડીને રમાડી રહ્યો છે માયામાં શાને તું મને સુઝાડજે મારગ સાચો જીવનમાં તો મને, સ્વીકારજે વિનંતિ આ, કરું છું હું તો તને ફેરવી રહ્યો છે ભવોભવના ફેરા તો કર્મમાં, પ્રભુ શાને ફેરવી રહ્યો છે તું તો મને ફેરવી રહ્યો છે જ્યારે એમાંને એમાં તું તો મને, કહેવું પડે છે એનું મારે તો તને ને તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|