એકવાર તો દર્શન દેવા આવ માડી મારી, વધુ વાર તને તો હું નહીં રોકું
રોકાવું હોય વધુ જો તારે રે માડી, ના એમાં તો હું કાંઈ કરી શકું
આવન જાવન જો કરતી રહીશ રે માડી, એના કરતા શાને વધુ ના રોકાવું
વધતો જાશે એમાં પરિચય મને તો તારો, જાણતું નામ ના પડશે તારે તો લેવું
પરિચય જાશે જ્યાં પ્રેમમાં બદલાઈ, મારા હૈયાંની વાત તને તો આ કહું
તોડી ના શકીશ બંધન તું તો પ્રેમનું, પ્રેમમાં પડશે બંધાઈ તારે તો રહેવું
મળતાંને મળતાં રહીશું જ્યાં આપણે, રહેશે ના ત્યાં તો કોઈ જુદા પણુ
આવીશ જ્યાં એકવાર તું, દિલ ખોલી વાત કરીશું, દિલ ખોલી દઈશ મારું
એકવાર આવીશ જ્યાં તું, રહી ના શકીશ મારા વિના તું, ખાત્રી એની હું આપું
આવવું પડશે તારે, આવીશ જો હમણાં તું, કરતી ના વિચાર હવે તું વધુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)