Hymn No. 4482 | Date: 11-Jan-1993
|
|
Text Size |
 |
 |
હે, વિશ્વેશ્વર વિભુ, તારા ચરણમાં નમી, હું તો તમને નમન કરું
He Vishveshvar Vibhu, Tara Charanama Nami, Hu To Tamane Naman Karu
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
હે, વિશ્વેશ્વર વિભુ, તારા ચરણમાં નમી, હું તો તમને નમન કરું હે, જગવિધાતા, હે જગનિયંતા, નમાવ મસ્તક, હું તો તમને નમન કરું હે, પરમપિતા, દયાના દાતા, ભરી ભાવ, હું તો તમને નમન કરું હે પરમતેજના પ્રદાતા, હે પરમસુખના તો દાતા, સદૈવ હું તો તમને નમન કરું હે પરમપ્રેમના દાતા, હે પરમ આનંદના દાતા, સદૈવ હું તો તમને નમન કરું હે કરુણાના કર્તા, હે પરમકૃપાના દાતા, હે જગતપિતા, હું તો તમને નમન કરું હે ક્ષમાવંતા, હે સમગ્ર શક્તિના દાતા, મન, વચન, ભાવથી, હું તો તમને નમન કરું હે સર્વદૃષ્ટિના દૃષ્ટા, હે સર્વજ્ઞાનના જ્ઞાતા, સદૈવ હું તો તમને નમન કરું હે પરમ ઉપકારી, હે સર્વહિતકારી પિતા, સદૈવ હું તો તમને નમન કરું હે જગકર્તા નથી તમે આવતા કે જાતા, રહો છો બધું કરતા, હું તો તનમે નમન કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|