Hymn No. 4483 | Date: 11-Jan-1993
|
|
Text Size |
 |
 |
રહેવું છે રે માડી, મારે તારા પરમ સાંનિધ્યમાં, તારા પરમ સાંનિધ્યમાં
Rahevu Che Re Maadi, M Tara Param Sanidhyama, Tara Param Sanidhyama
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
રહેવું છે રે માડી, મારે તારા પરમ સાંનિધ્યમાં, તારા પરમ સાંનિધ્યમાં ખટકે છે હૈયે તો મારા, પળભરનો ભી વિયોગ તારો, જલે છે હૈયું તારા વિરહમાં નજર સામે આવે છે તું, સાનભાન ભુલાવી દે છે તું, રહેજે સદા તું તો નજરમાં લાગે ના મનડું કોઈ કામમાં, ચોંટે ના ચિત્તડું કોઈ કામમાં, વસી છે જ્યાં તું હૈયાંમાં સહી લઈશ દુઃખ દર્દ જીવનના, હસતા હસતા, આવવા ના દઈશ ખામી, તારા પ્યારમાં રહેવું નથી કોઈ ખોટા ખ્યાલો કે વિચારોમાં, રહેવું છે રે માડી, તારાને તારા વિચારોમાં કરતા રહેવું છે રે કાર્યો જગમાં, જવા નથી દેવાનો બહાર તને તો ખ્યાલોમાં રહેવા કે જાવા નહીં દઉં તને રે માડી, દઈશ પૂરી તને એવી, મારા તો હૈયાંમાં કરી હોય ભૂલો, કરી દેજે માફ તું તો મને રહેવા દેજે, હવે મન મારું તારામાં ને તારામાં અનિત્ય આ જગમાં રહી, રહી અનિત્ય તનમાં, રહીશ નિત્ય હું તારા સાંનિધ્યમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|