Hymn No. 4486 | Date: 11-Jan-1993
|
|
Text Size |
 |
 |
1993-01-11
1993-01-11
1993-01-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16473
છૂપું છૂપું રહેતો ના તું પ્રભુને, કહેવું હોય તો કહેજે એવી રીતે
છૂપું છૂપું રહેતો ના તું પ્રભુને, કહેવું હોય તો કહેજે એવી રીતે, હૈયે પ્રભુને એ પહોંચી જાય માગતો ના દયા તું પ્રભુ પાસે, માગવું હોય તો માગજે એવી રીતે, હૈયું પ્રભુનું તો ડૂબી જાય મેળવવી હોય તો મેળવજે, નજર પ્રભુ સાથે એવી રીતે, એકબીજા, એકબીજાની નજરમાં સમાઈ જાય કરવા હોય પ્યાર પ્રભુને, કરજે તું એવી રીતે, હૈયે એની યાદ વિના, બીજું કાંઈ યાદ ના રહી જાશે લેવું હોય તો લેજે, નામ પ્રભુનું તું એવી રીતે, શ્વાસે શ્વાસે નામ પ્રભુનું તો લેવાતું જાય ભાવ ભરવા હોય તો, હૈયે પ્રભુના ભાવ એવા ભરજે, હૈયું પ્રભુનું એમાં તો ભીંજાઈ જાય કરવી હોય ભક્તિ જો પ્રભુની, કરજે ભક્તિ તું એવી, હૈયું પ્રભુનું એમાં તો ડોલી જાય જોઈતું હોય કાંઈ તારે પ્રભુ પાસે, કરી દેજે મજબૂર પ્રભુને, દેતા દેતા પ્રભુ ના ધરાઈ જાય કહેવી હોય વાત તારે જો પ્રભુને કહેજે, તું એવી રીતે સાંભળતા સાંભળતા ના એ થાકી જાય બનજે યોગ્ય જીવનમાં તું એવો ને એટલો, એવી રીતે તારી મુક્તિના દ્વાર ખુદ પ્રભુ ખોલી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhupum chhupum raheto na tu prabhune, kahevu hoy to kaheje evi rite,
haiye prabhune e pahonchi jaay
magato na daya tu prabhu pase, magavum hoy to magaje evi rite,
haiyu prabhu nu to
dubi prabhu nu to dubi jaay melavavi hoya. toija , ekabijani najar maa samai jaay
karva hoy pyaar prabhune, karje tu evi rite, haiye eni yaad vina,
biju kai yaad na rahi jaashe
levu hoy to leje, naam prabhu nu tu evi rite,
shvase shvase naam prabhu nu to levatum
joya prabhu na bhaav eva bharaje,
haiyu prabhu nu ema to bhinjai jaay
karvi hoy bhakti jo prabhuni, karje bhakti tu evi,
haiyu prabhu nu ema to doli jaay
joitum hoy kai taare prabhu pase, kari deje majbur prabhune,
deta deta prabhu na dharai jaay
kahevi hoy vaat taare jo prabhune kaheje,
tu evi rite sambhalata sambhalata na e Thaki jaay
banje yogya jivanamam growth evo ne etalo,
evi rite taari muktina dwaar khuda prabhu kholi jaay
|