Hymn No. 4490 | Date: 13-Jan-1993
|
|
Text Size |
 |
 |
કરશે કોશિશ પ્રભુ તું મારા હૈયાંમાંથી નીકળવાને, તું નથી નીકળી શકવાનો પૂરી દઈશ અંતરમાં તને એવો તો ઊંડો, બહાર ક્યાંથી તો તું જઈ શકવાનો પૂરા પ્રેમના પાન કરાવીશ તને તો એવા, એમાં તું પ્રભુ પૂરો ડૂબી તો જવાનો નજરકેદ બનાવી દઈશ તને મારા તો હૈયાંમાં, ક્યાંથી તો તું એમાં છટકી શકવાનો સંભાળ રાખીશ અને કરીશ તારી પૂરા ભાવથી, પછી તો તું શું કરી શકવાનો હશે પ્રેમના જળ, હૈયાંના મારા એવા રે મીઠાં, ચાખ્યા વિના તું નથી રહી શકવાનો પોચી પોચી મારા હૈયાંની હૂંફાળી ગાદી ઉપર, આરામથી તું તો જરૂર સૂઈ જવાનો ફરશે પ્રેમભર્યો ને ભાવભર્યો હાથ મારો તારા ઉપર, નથી જલદી તું ઊઠી શકવાનો જાગીશ જ્યાં તું, કરીશ પ્રેમથી વાતો તારી સાથે, વાતોનો ખજાનો, નથી મારો ખૂટવાનો આવું સ્થાન છોડીને રે પ્રભુ, કહું છું તને, નથી ક્યાંય બીજે તું જઈ શકવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|