કોણ આવ્યું ને કોણ ગયું જીવનમાં રે, હિસાબ જે રાખે છે એ તો બધું જાણે છે
કોણ ક્યારે, કેમ ને શું કરશે, એ તો જે જાણે છે બદલી એને એ તો શકે છે
થાતે શું અને થયું કેમ, જેને એની તો ખબર છે, ના એને કોઈ છેતરી શકે છે
સંકલ્પથી ને ઇચ્છાથી જે જગને ચલાવે છે, પ્રેમને ભાવ તો એને તો બાંધે છે
દુઃખ દર્દ જગના દૂર તો જે કરે છે, ના દુઃખ દર્દ જગમાં તો એને સતાવે છે
ના કાંઈ એ તો માંગે છે, જે દેતાને દેતા આવે છે, જગમાં બધું એ તો જાણે છે
જગમાં સહુને તો જે સાંચવે છે, ના દૂર કરી એ તો જાયે છે, બધું એ તો જાણે છે
હિસાબ સહુના કર્મના જેની પાસે છે, સત્તા જેની પાસે છે, માફી એ તો આપી શકે છે
ના વેર તો એને કોઈની સાથે છે, પ્રેમની ધારા જે વહાવે છે, બધું પૂરું એ તો પાડે છે
જે સદા મુક્ત અને મુક્ત રહ્યાં છે જગમાં, મુક્તિ તો સહુને એ તો આપી શકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)