Hymn No. 4493 | Date: 14-Jan-1993
એ તો મારું નથી, એ તો મારું નથી (2)
ē tō māruṁ nathī, ē tō māruṁ nathī (2)
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-01-14
1993-01-14
1993-01-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16480
એ તો મારું નથી, એ તો મારું નથી (2)
એ તો મારું નથી, એ તો મારું નથી (2)
મન મારું તો મારું નથી, જે મારા હાથમાં તો નથી, એ તો મારું નથી
જે સતાવી મને તો રહ્યું છે, જે મારા કહ્યામાં નથી, જગમાં એ તો મારું નથી
ધાર્યું એનું એ તો કરતું રહ્યું, મારું ધાર્યું જે કરતું નથી, એ તો કાંઈ મારું નથી
જે સાથે રહેવા છતાં, સાથે રહ્યું નથી, છટક્યા વિના રહ્યું નથી, એ તો કાંઈ મારું નથી
જે સમજાવ્યું છતાં સમજતું નથી, સ્વભાવ બદલી જે શક્તું નથી, એ તો કાંઈ મારું નથી
જે દેખાતું નથી, શક્તિમાં ઊતરતું નથી, એના ભરોસે રહી શકાતું નથી, એ તો કાંઈ મારું નથી
કરશો ક્યારે શું કહી શકાતું નથી, હાથમાં તો એ રહી શક્તું નથી, એ તો કાંઈ મારું નથી
જનમોજનમના સબંધ લક્ષ્યમાં જે રાખતું નથી, જે બદલાયું નથી, એ તો કાંઈ મારું નથી
કોઈ બાંધે તોયે બંધાતું નથી, ફેરવ્યા વિના એ રહ્યું નથી, એ તો કાંઈ મારું નથી
તોયે કહેવું પડે છે મન તો મારું છે, પણ મારા કહ્યાંમાં રહ્યું નથી, એ તો કાંઈ મારું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ē tō māruṁ nathī, ē tō māruṁ nathī (2)
mana māruṁ tō māruṁ nathī, jē mārā hāthamāṁ tō nathī, ē tō māruṁ nathī
jē satāvī manē tō rahyuṁ chē, jē mārā kahyāmāṁ nathī, jagamāṁ ē tō māruṁ nathī
dhāryuṁ ēnuṁ ē tō karatuṁ rahyuṁ, māruṁ dhāryuṁ jē karatuṁ nathī, ē tō kāṁī māruṁ nathī
jē sāthē rahēvā chatāṁ, sāthē rahyuṁ nathī, chaṭakyā vinā rahyuṁ nathī, ē tō kāṁī māruṁ nathī
jē samajāvyuṁ chatāṁ samajatuṁ nathī, svabhāva badalī jē śaktuṁ nathī, ē tō kāṁī māruṁ nathī
jē dēkhātuṁ nathī, śaktimāṁ ūtaratuṁ nathī, ēnā bharōsē rahī śakātuṁ nathī, ē tō kāṁī māruṁ nathī
karaśō kyārē śuṁ kahī śakātuṁ nathī, hāthamāṁ tō ē rahī śaktuṁ nathī, ē tō kāṁī māruṁ nathī
janamōjanamanā sabaṁdha lakṣyamāṁ jē rākhatuṁ nathī, jē badalāyuṁ nathī, ē tō kāṁī māruṁ nathī
kōī bāṁdhē tōyē baṁdhātuṁ nathī, phēravyā vinā ē rahyuṁ nathī, ē tō kāṁī māruṁ nathī
tōyē kahēvuṁ paḍē chē mana tō māruṁ chē, paṇa mārā kahyāṁmāṁ rahyuṁ nathī, ē tō kāṁī māruṁ nathī
|