Hymn No. 4497 | Date: 15-Jan-1993
|
|
Text Size |
 |
 |
1993-01-15
1993-01-15
1993-01-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16484
કહેતાંને કહેતાં રહેશે, જીવનમાં તો સહુ, કાંઈને કાંઈ તો, કહેતાંને કહેતાં રહેશે
કહેતાંને કહેતાં રહેશે, જીવનમાં તો સહુ, કાંઈને કાંઈ તો, કહેતાંને કહેતાં રહેશે કહેશે કોઈ પ્રેમથી, કોઈ આગ ઝરતી વાણીથી, ઉછાળા હૈયાંમાં તો જેવા જેના હશે કહેશે કોઈ આદતના જોરે, કોઈ મજબૂરીથી, કોઈમાં સ્વાર્થના બળ તો પડયા હશે કહેશે કોઈ સહાનુભૂતિથી, તો કોઈ કદી, તાલ જોવાને જીવનમાં તો તૈયાર હશે કહેશે કોઈ તો હૈયું ખાલી કરવા, કોઈ તો કહીને, હૈયે ભાર તો એના ચડાવી જાશે કહેશે કોઈ એની રીતે, ભાવ એના અંતર સુધી પહોંચી જાશે, ભાવ એના તો એવા ભર્યા હશે કહેશે કોઈ વાત ભાર દઈ દઈને, તો કોઈની વાતમાં સરળતા ને સાહજિક્તા ભરી હશે કહેશે કોઈ વાત, અનુભવ એમાં વહેતા હશે, કોઈ તો કહેશે, ઉત્સુક્તા એમાં ભરી હશે કહેશે કોઈ પૂરા પ્રેમ અને ભાવ ભરીને, તો કોઈની વાતમાં, નરી શુષ્કતા ભરી હશે કહેશે કોઈ વાત, પ્રભુના પ્રેમ ભક્તિની, તો કોઈ મૌનથી બધું એમાં તો કહી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kahetanne kahetam raheshe, jivanamam to sahu, fireplaces kai to, kahetanne kahetam raheshe
kaheshe koi premathi, koi aag jarati vanithi, uchhala haiyammam to JEVA jena hashe
kaheshe koi adatana jore, koi majaburithi, koimam swarth na baal to Padaya hashe
kaheshe koi sahanubhutithi, to koi kadi, taal jovane jivanamam to taiyaar hashe
kaheshe koi to haiyu khali karava, koi to kahine, haiye bhaar to ena chadaavi jaashe
kaheshe koi eni rite, bhaav ena antar sudhi pahonchi jashe, bhaav hasa bharya to
koia bharyi to koini vaat maa saralata ne sahajikta bhari hashe
kaheshe koi vata, anubhava ema vaheta hashe, koi to kaheshe, utsukta ema bhari hashe
kaheshe koi pura prem ane bhaav bharine, to koini vatamam, nari shushkata bhari hashe
kaheshe koi vata, prabhu na prem bhaktini, to koi maunathi badhu ema to kahi jaashe
|