Hymn No. 4498 | Date: 15-Jan-1993
|
|
Text Size |
 |
 |
1993-01-15
1993-01-15
1993-01-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16485
એ તો જોવું પડશે રે, એ તો જોવું પડશે (2)
એ તો જોવું પડશે રે, એ તો જોવું પડશે (2) કોનો જાદુ કોના ઉપર ચાલશે રે જીવનમાં, એ તો જોવું પડશે, એ તો જોવું પડશે તારા નયનોના જાદુ ચાલશે મારા ઉપર, કે મારી ભક્તિભાવનો જાદુ તારા ઉપર પ્રભુ - એ... તારી માયા બાંધશે મને કે મારા, ભક્તિભાવ બાંધશે જીવનમાં તને રે પ્રભુ - એ... ડૂબી જઈશ સંજોગોમાં હું તો જીવનમાં, કે ભક્તિ મારી તને એમાં ડુબાડી જાશે રે પ્રભુ - એ... તારા વિના બીજું મને કોઈ ના ચાલે, જીવનમાં દેવું હોય તો તારે એ તો દેવું પડશે રે - એ... યાદ જીવનમાં રહેશે સતાવતી સદી, તારી તો મને, કે મારી તને રે પ્રભુ - એ... તારા પ્રેમની ધારા ભીંજવી જાશે, મને કે મારા પ્રેમની ધારા ભીંજવી જાશે તને રે પ્રભુ - એ... તારો સંતાન પ્રેમ જીવનમાં જિતી જાશે, કે મારો દર્શન પ્રેમ જિતી જાશે રે પ્રભુ - એ... તારા વિના રહી શકીશ શું હું સુખી, કે મારા વિના રહીશ તું સુખી રે પ્રભુ - એ... છે સત્ય તું તો પ્રભુ, છે સત્ય મારી હસ્તી, સત્ય સત્યમાં સમાયા વિના ના રહી શકતો રે પ્રભુ - એ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
e to jovum padashe re, e to jovum padashe (2)
kono jadu kona upar chalashe re jivanamam,
e to jovum padashe, e to jovum padashe
taara nayanona jadu chalashe maara upara,
ke maari bhaktibhavano jadu taara upar prabhu - e ...
taari maya bandhashe mane ke mara,
bhaktibhava bandhashe jivanamam taane re prabhu - e ...
dubi jaish sanjogomam hu to jivanamam,
ke bhakti maari taane ema dubadi jaashe re prabhu - e ...
taara veena biju mane koi na chale,
jivanamam taare e to devu padashe re - e ...
yaad jivanamam raheshe satavati sadi,
taari to mane, ke maari taane re prabhu - e ...
taara premani dhara bhinjavi jashe,
mane ke maara premani dhara bhinjavi jaashe taane re prabhu - e ...
taaro santana prem jivanamam jiti jashe,
ke maaro darshan prem jiti jaashe re prabhu - e ...
taara veena rahi shakisha shu hu sukhi,
ke maara veena rahisha tu sukhi re prabhu - e ...
che satya tu to prabhu, che satya maari hasti,
satya satyamam samay veena na rahi shakato re prabhu - e ...
|