Hymn No. 6505 | Date: 13-Dec-1996
|
|
Text Size |
 |
 |
1996-12-13
1996-12-13
1996-12-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16492
આજના માનવી કરી છે શોધો જીવનમાં તેં તો ઘણી ઘણી
આજના માનવી કરી છે શોધો જીવનમાં તેં તો ઘણી ઘણી દૂરના અવાજને, યંત્રો સરજી, અહીં બેઠા રહ્યો છે એને તું સાંભળી દૂરના થાતાં બનાવો, યંત્રો સરજી, નજર સામે રહ્યો છે એને નિહાળી કરી શોધો તેં તો એવી, હવામાં હવાથી વજનદારને રહ્યો છે ચલાવી પાણીથી કંઈક ગણા ભારીને, કંઈક ગણો ભાર ભરી રહ્યો છે એને તરાવી મનમાં કંઈક ઇચ્છાઓ તને જાગી, સરજી યંત્રો, કરી જીવનમાં એને પૂરી કર એક વાર નજર સૂરજ પર, યુગોથી રહ્યું છે હૈયું એનું જલી દે એને ઠારી યુગોથી ગયું છે હૈયું એવું ઠરી, દે ઉષ્મા એવી ભરી, જાય હૈયું એનું પીગળી શોધ કર હવે જગમાં તું એવી સાકરની, સાગરમાં ખારા જળો દે મીઠાં બનાવી ચમકાવ્યા કોલસાઓને, ઘસી ઘસી પાસા એના, દીધા હીરા એને બનાવી ઊતર્યો પૃથ્વીના પટના ઉંડાણમાં, હવે જા માનવના મનમાં ઊંડો ઊતરી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aaj na manavi kari che shodho jivanamam te to ghani ghani
durana avajane, yantro saraji, ahi betha rahyo che ene tu sambhali
durana thata banavo, yantro saraji, najar same rahyo che ene nihali
kari shodho te to evi, havamam havathi vajanadarane rahyo che chalavi
panithi kaik gana bharine, kaik gano bhaar bhari rahyo che ene taravi
mann maa kaik ichchhao taane jagi, saraji yantro, kari jivanamam ene puri
kara ek vaar najar suraj para, yugothi rahyu che haiyu enu jali de ene thari
yugothi gayu che haiyu evu thari, de ushma evi bhari, jaay haiyu enu pigali
shodha kara have jag maa tu evi sakarani, sagar maa khara jalo de mitham banavi
chamakavya kolasaone, ghasi ghasi paas ena, didha hira ene banavi
utaryo prithvina patana undanamam, have j manav na mann maa undo utari
|