Hymn No. 6507 | Date: 13-Dec-1996
વિશ્વાસની વસ્તીમાં, શંકાને, હસ્તીને, શાને દીધી ઘુસાડી, જાશે પડી તને એ તો ભારી
viśvāsanī vastīmāṁ, śaṁkānē, hastīnē, śānē dīdhī ghusāḍī, jāśē paḍī tanē ē tō bhārī
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1996-12-13
1996-12-13
1996-12-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16494
વિશ્વાસની વસ્તીમાં, શંકાને, હસ્તીને, શાને દીધી ઘુસાડી, જાશે પડી તને એ તો ભારી
વિશ્વાસની વસ્તીમાં, શંકાને, હસ્તીને, શાને દીધી ઘુસાડી, જાશે પડી તને એ તો ભારી
નિર્મોહીની વસ્તીમાં, મોહને દીધો શાને ઘુસાડી, કાં જાશે એ ભાગી, કાં દેશે એ બગાડી
પ્યાર ભરી નજરોમાં ઈર્ષા શાને દીધી ઘુસાડી, કાં ઈર્ષ્યા દેજે ત્યાગી, કાં પ્યાર જાશે ભાગી
પુરુષાર્થના પ્રદેશમાં આળસને દીધી શાને ઘુસાડી, કાં કાર્ય જાશે બગડી, કાં બાજી જાશે હારી
સંકલ્પના પ્રદેશમાં, ઉત્સુકતા દીધી શાને ઘુસાડી, કાં જાશે તું તૂટી, કાં દેશે તને એ ભુલાવી
અરમાનોની વસ્તીમાં, નિરાશા દીધી શાને ઘુસાડી, જાશે કાં એને કચરી કાં દેશે એને એ રોળી
ફૂલોની બહારમાં, દીધા કાંટા શાને ઘુસાડી, છોડશે ના જો એની એ હસ્તી મોજ દેશે મારી
નિશ્ચયના પ્રદેશમાં શિથિલતા શાને ઘુસાડી, કાં દેશે કાર્ય બગાડી, કાં દેશે ગતિ ધીમી પાડી
સુખના પ્રદેશમાં અહંને શાને દીધો ઘુસાડી, કાં દેશે એને હચમચાવી, કાં દેશે દ્વાર દુઃખના ખોલી
પ્રભુપ્રેમમાં દીધી ઇચ્છાઓ શાને ઘુસાડી, કાં દેશે એને એ ત્યાગી, કાં દેશે વિશ્વાસ હટાવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
viśvāsanī vastīmāṁ, śaṁkānē, hastīnē, śānē dīdhī ghusāḍī, jāśē paḍī tanē ē tō bhārī
nirmōhīnī vastīmāṁ, mōhanē dīdhō śānē ghusāḍī, kāṁ jāśē ē bhāgī, kāṁ dēśē ē bagāḍī
pyāra bharī najarōmāṁ īrṣā śānē dīdhī ghusāḍī, kāṁ īrṣyā dējē tyāgī, kāṁ pyāra jāśē bhāgī
puruṣārthanā pradēśamāṁ ālasanē dīdhī śānē ghusāḍī, kāṁ kārya jāśē bagaḍī, kāṁ bājī jāśē hārī
saṁkalpanā pradēśamāṁ, utsukatā dīdhī śānē ghusāḍī, kāṁ jāśē tuṁ tūṭī, kāṁ dēśē tanē ē bhulāvī
aramānōnī vastīmāṁ, nirāśā dīdhī śānē ghusāḍī, jāśē kāṁ ēnē kacarī kāṁ dēśē ēnē ē rōlī
phūlōnī bahāramāṁ, dīdhā kāṁṭā śānē ghusāḍī, chōḍaśē nā jō ēnī ē hastī mōja dēśē mārī
niścayanā pradēśamāṁ śithilatā śānē ghusāḍī, kāṁ dēśē kārya bagāḍī, kāṁ dēśē gati dhīmī pāḍī
sukhanā pradēśamāṁ ahaṁnē śānē dīdhō ghusāḍī, kāṁ dēśē ēnē hacamacāvī, kāṁ dēśē dvāra duḥkhanā khōlī
prabhuprēmamāṁ dīdhī icchāō śānē ghusāḍī, kāṁ dēśē ēnē ē tyāgī, kāṁ dēśē viśvāsa haṭāvī
|