Hymn No. 6508 | Date: 14-Dec-1996
|
|
Text Size |
 |
 |
1996-12-14
1996-12-14
1996-12-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16495
સર્જનહાર એવું તેં શાને કર્યું, રાતદિવસની મહેનત પર મારી, પાણી તેં ફેરવી દીધું
સર્જનહાર એવું તેં શાને કર્યું, રાતદિવસની મહેનત પર મારી, પાણી તેં ફેરવી દીધું મહેનત અને મહેનત કરી, દિલને ને મનને, થોડું કાબૂમાં મેં તો લીધું તારી એક થપાટ દીધી તે એવી, એના પર પાણી તેં ફેરવી દીધું જીવનની પ્રગતિના માર્ગે ચાલ્યો જ્યાં હું, રાતદિવસનું વહાણું ના જોયું મંઝિલના માર્ગે રહ્યો હતો જ્યાં ચાલી, શાને મંઝિલનું બારણું બંધ કરી દીધું ચિંતનને ચિંતનમાં રહ્યા કરતો, ચિંતનની ઝલકના બે કિરણોનું દાન દીધું અચાનક એવું તેં શું કર્યું, તારી ચિંતનની કેડી પર, અંધારું છવાઈ ગયું નીકળ્યો નજરમાં વસાવવા તને, નજરને માયામાં મોહિત કરી દીધું પ્રેમ ઝંખતું હૈયું મારું, પ્રેમ પામવાને બદલે, પ્રેમમાં ચીસ પાડી ઉઠયું વિશ્વાસમાં રહ્યો હતો ઝૂમતો, શાને શંકાનું છિદ્ર એમાં પાડી દીધું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sarjanahara evu te shaane karyum, ratadivasani mahenat paar mari, pani te pheravi didhu
mahenat ane mahenat kari, dilane ne manane, thodu kabu maa me to lidhu
taari ek thapata didhi te evi, ena paar pani te pheravi didhu
jivanani pragatina marge chalyo jya hum, ratadivasanum vahanum na joyu
manjilana marge rahyo hato jya chali, shaane manjilanum baranum bandh kari didhu
chintanane chintanamam rahya karato, chintanani jalakana be kiranonum daan didhu
achanaka evu te shu karyum, taari chintanani kedi para, andharum chhavai gayu
nikalyo najar maa vasavava tane, najarane maya maa mohita kari didhu
prem jankhatum haiyu marum, prem pamavane badale, prem maa chisa padi uthayum
vishvasamam rahyo hato jumato, shaane shankanum chhidra ema padi didhu
|