|
View Original |
|
આશા-નિરાશાનાં તોફાન ઊઠે છે રોજ મારા હૈયામાં
ઊંડે-ઊંડે પડ્યા છે કંઈક ઘા એના મુજ હૈયામાં
કામમાં સળવળ્યા ને ક્રોધના લિસોટા પડ્યા છે હેયામાં
ઊંડે-ઊંડે પડ્યા છે કંઈક ઘા એના મુજ હેયામાં
અસંતોષના કંઈક ઊઠે છે પરપોટા મુજ હૈયામાં
ઊંડે-ઊંડે પડ્યા છે કંઈક ઘા એના મુજ હેયામાં
રૂપના ચમકારા પહોંચ્યા છે કંઈક, ઊંડે-ઊંડે હૈયામાં
ઊંડે-ઊંડે પડ્યા છે કંઈક ઘા એના મુજ હેયામાં
મોહ તણી માયાના દોર વીંટાયા છે બહુ હૈયામાં
ઊંડે-ઊંડે પડ્યા છે કંઈક ઘા એના મુજ હેયામાં
અહંકાર ખૂંદી રહ્યો છે ખૂણેખૂણો મુજ હૈયાનો
ઊંડે-ઊંડે પડ્યા છે કંઈક ઘા એના મુજ હેયામાં
ધીરજ અને શ્રદ્ધાને આકરું બન્યું છે વસવું હૈયામાં
ઊંડે-ઊંડે પડ્યા છે કંઈક ઘા એના મુજ હેયામાં
તારા પ્રેમનાં અમીછાંટણાં છાંટજે મારા જેવા હૈયામાં
ઊંડે-ઊંડે શીતળતા પ્રસારજે કંઈક મારા જેવા હેયામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)