પ્યાસું થયું છે તળાવ જ્યાં, પ્યાસ એની તો કોણ છીપાવશે
દાઝી ગયો છે અગ્નિ તો જ્યાં અગ્નિમાં, એને તો કોણ રૂઝાવશે
વન તો ગયો છે ભૂલી વનની રે વાટ, વાટ એને કોણ બતાવશે
ગુનગુન કરી ઘૂમી રહ્યો છે ભમરો મધુવનમાં, કયા ફૂલની સુગંધ કેદ કરશે
કર્યા છે કિસ્મતે જેના જીવનના ચીરેચીરા, એના જીવનને કોણ સાંધશે
જેના જીવનમાં બહાર કદી ખીલી નથી, એના જીવનમાં બહાર કોણ લાવશે
પ્રભુ વિરહમાં ઝૂરતા હૈયાંને, પ્રભુ મિલનનું સંગીત કોણ સંભળાવશે
ધડકન હૈયાંની કરશે જ્યાં પુકાર, પુકાર એની જીવનમાં કોણ સાંભળશે
સુખદુઃખના સંવેદનો, ભાગ ભજવશે જીવનમાં, મુક્ત એમાંથી કોણ કરશે
દારો મદાર હોય જીવનનો અન્યના હાથમાં, જીવન એવું કેમ જીવાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)