થશે સફળ કાર્ય જીવનમાં ક્યાંથી, જેને પ્રભુની મંજૂરીની મહોર લાગી નથી
રહી જાશે કાર્યો, એ અધૂરાને અધૂરા, જેને પ્રભુની મંજૂરીની મહોર લાગી નથી
કર્મોની સફળતાને ને નિષ્ફળતાને જીવનમાં પ્રભુની મંજૂરી ગણી લેવાની નથી
કર્મોની મંજૂરીને, પ્રભુની મંજૂરી ગણવાની ભૂલ, જીવનમાં કરવાની નથી
મળી ગઈ મંજૂરી પ્રભુની જેમાં જેને, એમાં કર્મોની મંજૂરીની જરૂરૂ નથી
પાપને પુણ્ય રહ્યાં છે થાતા તો જગમાં, એને કર્મોની મહોર વિના બીજી મહોર લાગી નથી
પ્રાર્થના પ્રભુને કરી, ઇચ્છાઓ જીવનને રહી હતી તાણી, પ્રાર્થનાને મંજૂરી પ્રભુની ગણવાની નથી
ઇચ્છા પ્રભુની, છે મહોર પ્રભુની, ઇચ્છા સમાવ્યા વિના, મહોર પ્રભુની લાગવાની નથી
પ્રાર્થના છે શરૂઆત, રજૂઆત ઇચ્છાની, પ્રભુમાં સમાવ્યા વિના, મહોર પ્રભુની લાગવાની નથી
રજૂઆત અટવાઈ જશે બીજા ધ્યાનમાં, મહોર પ્રભુની એને કાંઈ મળવાની નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)