Hymn No. 162 | Date: 03-Jul-1985
|
|
Text Size |
 |
 |
તારા ચશ્મા વિના મા, જગમાં દેખાય બધું ખોટું ખોટું ખાડો દેખાય ના, ટેકરો કળાય ના, ના દેખાય ક્યાં છે લપસણું તારા ચશ્મા વિના મા, જગમાં દેખાય બધું ખોટું ખોટું તેજ દેખાય ના, ધૂંધળું દેખાય બધું, સમજાય ના સાચું ખોટું તારા ચશ્મા વિના `મા' જગમાં દેખાય બધું ખોટું ખોટું સાથી કોણ કે દુશ્મન કોણ, સમજાય બધું ખોટું ખોટું તારા ચશ્મા વિના `મા' જગમાં દેખાય બધું ખોટું ખોટું આવવા નીકળ્યો તારી પાસે, આવવું તારી પાસે વ્હેલું મોડું તારા ચશ્મા વિના `મા' જગમાં દેખાય બધું ખોટું ખોટું ચાલતા ચાલતા રોકાણ થયું, જ્યાં ત્યાં રોકાઈ જાવું પડયું તારા ચશ્મા વિના `મા' જગમાં દેખાય બધું ખોટું ખોટું માર્ગ મળ્યા ખોટા, લાગ્યા સાચા, જ્યાં ત્યાં અથડાવું પડયું તારા ચશ્માં વિના `મા' જગમાં દેખાય બધું ખોટું ખોટું ધીરજ રહી છે ખૂટી, કેડી જડતી નથી, મનડું મારું મૂંઝાઈ ગયું તારા ચશ્માં વિના `મા' જગમાં દેખાય બધું ખોટું ખોટું દઈને દૃષ્ટિ તારી સાચી, કૃપા કરજે માડી, આવવું તારી પાસે રહ્યું તારા ચશ્માં વિના મા, જગમાં દેખાય બધું ખોટું ખોટું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|