યુગો વીત્યા ને યુગો વીતશે, બદલાવી નથી ના બદલાશે માનવ હૈયાંની કહાની
પ્રેમ ઝંખતું હતું હૈયું ત્યારે, ઝંખે છે આજે ભી, આવી નથી બદલી આજે એમાં ભી
રોકી રાખ્યા હતા દ્વારો હૈયાંના ત્યારે, રોકી રહ્યાં છે, દ્વારો હૈયાંના આજે ભી
બુઝાવતો હતો પ્યાસ, વેરની, પહેલાં તો તલવારથી, બુઝાવે છે આજે એ પિસ્તોલથી
કરૂણાના દર્શન થાતા હતા એમાં તો ત્યારે, થઈ રહ્યાં છે દર્શન એમાં તો આજે ભી
હતું ઉપાધિઓથી ગ્રસ્ત તો ત્યારે, ગ્રસ્ત રહ્યું છે ઉપાધિઓથી આજે ભી
ચોરી લૂંટફાટોથી ભર્યું હતું હૈયું ત્યારે, આજ એના હૈયાંમાં બદલી નથી આવી
ઊજવતા હતા તહેવાર એ ધામધૂમથી ત્યારે, ઉજવી રહ્યાં છે તહેવારો ધામધૂમથી આજે ભી
વ્યવહારમાં રચ્યા-પચ્યા રહેતા હતા ત્યારે ભી, રહ્યાં છે રચ્યા-પચ્યા એમાં આજે ભી
માનવ બની, ઝળકશે નહી હૈયું, પૂરી માનવતાથી થાશે ક્યાંથી પૂરી હૈયાંની કહાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)