કદી મારે કિસ્મત તો ધક્કા, કદી મારે ઇચ્છાઓ ધક્કા, શું આ તારો અંજામ છે
ખાતોને ખાતો રહ્યો છે જીવનમાં ધક્કાઓ, જીવનમાં ધક્કાઓથી તું પરેશાન છે
વિચારોમાં જીવનમાં રહ્યો ખાતો ગડથોલિયા, શંકાઓને શંકાઓમાં તું પરેશાન છે
માંડી સફળતાની રમત તો તેં જીવનમાં, નિષ્ફળતાને નિષ્ફળતાઓમાં તું પરેશાન છે
અંગૂઠા જેવડો છે તું માનવી, દોટ માંડી વિરાટની, તારી શક્તિથી અજ્ઞાન તું પરેશાન છે
મૂક્યો દોર વૃત્તિઓનો છૂટો, રહ્યો વૃત્તિઓમાં તું તણાતો, એમાં તું પરેશાન છે
સાથ ચાહે તું સહુનો બની ના શક્યો તું કોઈનો, તું તારા સ્વભાવથી પરેશાન છે
પ્રેમ ઝંખતું હૈયું તારું, ના દઈ શક્યું ના ઝીલી શક્યું, હૈયે વેર ના છૂટયું એમાં તું પરેશાન છે
રાખ્યા ના કર્મો કાબૂમાં, મારી રહ્યાં મારા કર્મો જીવનમાં, કર્મોને કર્મોથી તો તું પરેશાન છે
દાસ્તાન છે પરેશાનીની મોટી, યાદ રાખવી ક્યાંથી, એની યાદોમાં તો તું પરેશાન છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)