શું છે, શું છે, શું છે પ્યાર જીવનમાં તો શું છે એ, એ તો શું જાણે
અહેસાન સમજી કરે પ્યાર જીવનમાં તો જે, એ પ્યાર શું છે એ શું જાણે
રહે માગતા જીવનમાં, સદા પ્યારના બદલા, એ પ્યાર શું છે એ શું જાણે
કરે ખુલ્લેઆમ તો ખૂન પ્યારનું જીવનમાં, એ પ્યાર શું છે એ શું જાણે
ફનાગિરીમાં રહે ખચકાતા તો જે જીવનમાં, એ પ્યાર શું છે એ શું જાણે
વેરની ગલીઓમાં ને ગલીઓમાં રહે જે ઘૂમતા, એ પ્યાર શું છે એ શું જાણે
લોભલાલચનાં લપેટા, ગમે ખૂબ જેને જીવનમાં, એ પ્યાર શું છે એ શું જાણે
કર્યો નથી કે મળ્યો નથી પ્યાર જેને તો જીવનમાં, એ પ્યાર શું છે એ શું જાણે
કરવાને કરવા ચાહે છે જે પ્યારના સોદા જીવનમાં, એ પ્યાર શું છે એ શું જાણે
કરી ના શકે કે કરે ના કદર અન્યના પ્યારની જીવનમાં, એ પ્યાર શું છે એ શું જાણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)